મોરબીમાં પિસ્તોલ સાથે વધુ એક શખ્સ ઝડપાયો

- text


એસઓજી ટીમે વિશિપરા અમરેલી રોડ ઉપરથી શખ્સને આબાદ ઝડપી લીધો

મોરબી : મોરબી શહેરમાં લૂંટ, મારામારી, હત્યા જેવા ગંભીર બનાવો બાદ પોલીસ સતર્ક બની છે ત્યારે મોરબીના વિશિપરા અમરેલી રોડ ઉપરથી એસઓજી ટીમે એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે આબાદ ઝડપી લીધો હતો.

મોરબી વીશીપરા અમરેલી રોડ ઉપરથી ગેર-કાયદેસર હથિયાર પીસ્ટલ નંગ-૧ તથા જીવતા કાર્ટીઝ નંગ-૩ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.મોરબી

મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને શોધી કાઢવા ટીમ પ્રયત્નશીલ હતી ત્યારે મોરબી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવીરસિંહ પરમારને સંયુક્ત બાતમી મળેલ કે વીશીપરમાં જુના પ્રકાશ નળીયાના કારખાના પાસે અમરેલી રોડ ઉપર આરોપી ફીરોજશા દાઉદશા શાહમદાર જાતે.ફકીર, ઉ.વ.૨૦, રહે.હાલ લુક્સ ફર્નીચર પાસે લાતી પ્લોટ,જોન્સનગર મોરબી મુળ રહે. ૧૫૦ ફૂટ રીંગ રોડ આવાસ યોજનાના ક્વાટર્સમાં બાલાજી હોલ પાસે રાજકોટ વાળો દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે રાખી ફરી રહ્યો છે.

જેથી પોલીસે વોચ ગોઠવી આ શખ્સને ઝડપી લઈ તલાસી લેતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧ તથા જીવતા કાર્ટીઝ નંગ-૩ સાથે મળી કુલ કી.રૂ.૧૦,૩૦૦ સાથે મળી આવતા આ ઈસમ વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ કામગીરી મોરબી એસ.ઓ.જી. ASI કિશોરભાઇ મકવાણા, HC રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, PC સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, ડ્રા.પો.કોન્સ. સંદિપભાઇ માવલા તથા વુમન લોકરક્ષક પ્રિયંકાબેન પૈજા વગેરેએ કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text