- text
મોરબી : મોરબીમાં આવેલ યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન. એસ. એસ. ડેની ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ગઇકાલે ૨૪ સપ્ટેમ્બરના રોજ એન. એસ. એસ. ડેની ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય તે ઉદ્દેશથી કોલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા પ્રિન્સિપાલ, સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં એન. એસ. એસ. પ્રવૃત્તિનો ઉદ્ભવ, વિકાસ અને તેનું રાષ્ટ્ર ઘડતરમાં અને વ્યક્તિત્વ ઘડતરમાં યોગદાન અંગે સંબોધનો કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ જુદી જુદી કૃતિઓ રજૂ કરી રાષ્ટ્ર ભાવના, સ્વચ્છતા, સંસ્કૃતિ જાણવણી સંદર્ભની પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી.
- text
કોલેજના વિદ્યાર્થી અને એન. એસ. એસ.ના સ્વયંસેવક એવાં શીતલ પરમાર, કોમલ સવાડીયા, મુકેશ મકવાણા, દર્શન વસોયા, મલેક મકબુલ હુસેનએ પોતાની કૃતિઓ રજૂ કરેલ હતી. છેલ્લા ઘણા વર્ષો સુધી આ કોલેજમાં જેમણે એન. એસ. એસ. વિભાગ સંભાળેલ તેવા ડો. એલ. એમ. કંજારિયાએ એન. એસ. એસ. અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી. કાર્યક્રમના અંતમાં કોલેજના પ્રા. કે. આર. ડાંગીએ આભાર દર્શન કરેલ હતું. કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન. એસ. એસ. ઓફિસર ડો. આર. કે. વારોતરીયાએ કરેલ હતું.
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text