‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે મોરબીમાં ‘ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન’ યોજાઈ

- text


વિદ્યાર્થીનીઓએ દોડ લગાવીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ

મોરબી : નહેરુ યુવા કેન્દ્ર મોરબી યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય ભારત સરકાર અને જે.એ. પટેલ મહિલા કોલેજ મોરબી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” કાર્યક્રમ યોજાયો હતો.

સમારોહના અધ્યક્ષશ્રી એન.કે.મુછાર તેમજ એમ.આઈ. પઠાણ દ્વારા પ્રાસંગીક પ્રવચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” શપથ સચિન પાલ દ્વારા લેવડાવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતુ.

તારીખ ૧૩મી ઓગસ્ટ-૨૦૨૧ થી ૨જી ઓક્ટોબર ૨૦૨૧ સુધી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવેલ છે. આ અનુસંધાનમાં મોરબી જિલ્લામાં “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું કાર્યક્રમ કરવામાં આવેલ. યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને ‘ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ’ ના સૂત્રને અંગીકાર કરીને ફિટનેસને પોતાના જીવનનું એક ભાગ બનાવે તે કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. જેમાં ૭૫ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમ અંતર્ગત જે.એ. પટેલ મહિલા કૉલેજ છાત્રાલય રોડથી જીઆઇડીસી રોડ, શનાળા રોડ, સરદાર બાગથી જે.એ.પટેલ મહિલા કોલેજ સુધી રેલી યોજાય હતી. જે.એ. પટેલ મહિલા કૉલેજ છાત્રાલય ગ્રાઉન્ડમાં દોડ યોજાય હતી. જેમાં પ્રથમ, દ્રિતીય, તૃતિય નંબર આવેલ વિદ્યાર્થીનીઓને સમારોહના અધ્યક્ષ એન.કે.મુછાર, કન્યા છાત્રાલયના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયાના હસ્તે પ્રમાણપત્ર અને સીલ્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. ભાવેશભાઈ જેતપરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર એન.કે.મુછાર, ડી.વાય.એસ.પી. એમ.આઈ. પઠાણ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, જિલ્લા યુવા અધિકારી સચિન પાલ, રાહુલ જોષી. પ્રીન્સીપાલ પી.કે. પટેલ, પ્રો. વનીતાબેન કગથરા, દિશાબેન સોલંકી, ગોપીબેન વાઘેલા તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text