મોરબીની પી. જી. પટેલ કોલેજમાં ફાયરલેસ કુકિંગ કોમ્પિટીશન યોજાઈ

- text


મોરબી : મોરબીમાં આવેલ પી. જી. પટેલ કોલેજમાં ફાયરલેસ કુકિંગ કોમ્પિટીશન યોજાઈ હતી.

મોરબીની પી. જી. પટેલ કોલેજમાં આજ રોજ તા. 25ને શનિવારે ફાયરલેસ કુકિંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું શીર્ષક ‘I AM THE CHEF’ રાખવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અંતર્ગત ઇંધણ કે અગ્નિનાં ઉપયોગ કર્યા વગર પોષ્ટિક ખાદ્ય પદાર્થો બનાવવાની અનોખી પદ્ધતિઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં કુલ 50થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ‘રસોઈ શો’ અને ‘રસોઈની મહારાણી’ જેવા પ્રખ્યાત કાર્યક્રમમાં વિજેતા રહી ચુકેલા અને નિર્ણાયક તરીકે સેવા આપતા, 10થી વધુ વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા એવા કૂકિંગ એક્ષપર્ટ ક્રિષ્નાબેન કોટેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે છગાણી હેતલ (B.Com Sem-5), દ્વિતીય ક્રમે બગથરીયા ઝોહીના (B.Com Sem-3) અને તૃતીય ક્રમે ઠાકર પલ્લવી (B.Com Sem-3) રહ્યા હતા. તેમજ ગોરી પ્રિયા (BBA Sem-3) તથા કોટેચા જાનવી (BBA Sem-5) એ આશ્વાસન પારિતોષિક મેળવ્યા હતા. તમામ વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.

સમગ્ર સ્પર્ધાના સુચારુ આયોજન માટે કોલેજના મહિલા પ્રાધ્યાપકોએ જેહમત ઉઠાવી હતી. આ તકે સંસ્થાનાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ પણ ઉપસ્થિત રહીને તમામ વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હોવાનું યાદીમાં જણાવાયું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text