મિલ્કત મુદ્દે મોટાભાઈને ઘૂસ્તાવી નાખતો નાનોભાઈ

- text


મોરબીના રવાપર રોડ પરની સોસાયટીમાં પારિવારિક ડખ્ખો

પોલીસે નાનાભાઈના ઘરની ઝડતી લેતા તેના ઘરમાંથી પીસ્ટલ મળી આવી

મોરબી : મોરબીના રવાપર રોડ પરની સોસાયટીમાં પારિવારિક ડખ્ખો થયો હતો.જેમાં મિલ્કત મુદ્દે મોટાભાઈને નાનાભાઈ અને તેની પત્નીએ લમધારી નાખતા ઘરનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આ બનાવની ફરિયાદને પગલે પોલીસે નાનાભાઈના ઘરની ઝડતી લેતા તેના ઘરમાંથી પીસ્ટલ મળી આવી હતી.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત આ બનાવની વિગતો અનુસાર મોરબીની ખોડીયાર પાર્ક સોસાયટી આલાપ પાર્કની બાજુમાં આલાપ રોડ ઉપર ધૃવ લખેલા મકાનમાં રહેતા અને કંટ્રકસનનો ધંધો કરતા વસંતભાઈ જસવંતભાઈ જાલરીયા (ઉ.વ.૫૪) એ તેના નાનાભાઈ જીતેન્દ્રભાઈ જસવંતભાઈ જાલરીયા અને તેની પત્ની જોસનાબેન જીતેન્દ્રભાઈ જાલરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ ના રોજ ફરીયાદી પોતાના નાનાભાઈ મોરબીના રવાપર રોડ પંચવટી સોસાયટી શેરીનં.૧ માં રહેતા જીતેન્દ્રભાઈના ઘરે મિલ્કત સબંધે વાત કરવા જતા ફરિયાદીને આરોપીએ જેમફાવે તેમ ગાળો બોલી કુહાડીનો છુટો ઘા કરી ફરિયાદીને ડાબી આંખ નિચે ઈજા પહોચાડી તેમજ આરોપીની પત્નીએ ગાલ ઉપર થપ્પડ મારી હતી.

- text

આ બનાવ અંગે મોટાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દંપતી સામે ઇ.પી.કો કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસ સબંધે એ ડિવિઝન પોલીસે આરોપી નાનાભાઈ જીતેન્દ્રભાઇ જશમતભાઇ ઝાલરીયા (ઉ.વ.૪૮ રહે.મોરબી રવાપર રોડ પંચવટી સોસાયટી) ના ઘરે દોડી જઈને ઘરની ઝડતી લીધી હતી. એ દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાથી લાયસન્સ વગર સેમી ઓટોમેટીક હાથ બનાવટી પીસ્ટલ જેની કિ.રૂ. ૧૦,૦૦૦ ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે આ બનાવ અંગે આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text