મોરબી જિલ્લામાં ફરી કાલે બુધવારે મેગા વેકસીનેશન : 140 સ્થળો માટે 12,530 ડોઝ ફાળવાયા

- text


આજે જિલ્લામાં કુલ 6,151 લોકોનું વેકસીનેશન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં જન્માષ્ટમી પછી કોરોના વેકસીનેશનમાં ખૂબ જ ગતિ આવી છે. જેમાં મોરબી જિલ્લામાં ફરી આવતીકાલે જિલ્લાના 140 સ્થળોએ મેગા વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વેકસીનેશન માટે 12530 ડોઝ ફાળવાયા છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં કુલ 6151 લોકોનું વેકસીનેશન કરાયું હતું.

મોરબી જિલ્લામાં હવે વેકસીનેશન ખૂબ ઝડપી બનાવવાના આરોગ્ય તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેથી વેકસીનેશનની પ્રક્રિયામાં ઘણી જ ગતિ આવી છે. ખાસ કરીને હમણાંથી વધુ ડોઝ ફાળવતા હોવાથી સ્થળો પણ વધારી દેવામાં આવ્યા છે. જન્માષ્ટમી પછી વેકસીનેશનના ડોઝ ઘણા વધી જતાં વેકસીનેશનનું સ્તર ઘણું જ ઊંચું આવ્યું છે. હવે સ્થળો પણ ઘણા જ વધી ગયા છે. જેમાં આવતીકાલે બુધવારે મોરબી જિલ્લામાં વેકસીનેશન માટે કોવીશિલ્ડ અને કોવેકસીન મળીને કુલ 12530 ડોઝ ફાળવાયા છે.

- text

મોરબી જિલ્લામાં આવતીકાલે 140 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં 136 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં 45 પ્લસમાં 1280 અને 18 પ્લસમાં 4850 અને ખાનગીમાં 21 મળીને કુલ 6151 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જો કે હવે વેકસીનેશનમાં વારો ન આવતો હોવાની કડાફૂટે પીછો છોડ્યો છે અને લોકોમાં પણ વેકસીનેશન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text