વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા આઠ ગામોની શાળામાં માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જિજ્ઞાસાબેન મેર અને એચિવર્સ એકેડેમીના અધ્યક્ષ મેહુલભાઈ શાહના સહયોગથી વાંકાનેર તાલુકા પંચાયતની રાતડીયા બેઠકના રાતડીયા, ગુંદાખડા, અદેપર, સતાપર, શેખરડી, ચાંચડિયા, તરકિયા અને વિનયગઢ ગામોની તમામ શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

આ વેળાએ જિજ્ઞાસાબેન મેર સાથે વેરશીભાઈ માલકિયા, ભગવાનજીભાઈ મેર વગેરે ગામના આગેવાનો પણ વિતરણમાં જોડાયા હતા. જિજ્ઞાસાબેન મેરે શાળાના, શિક્ષક મિત્રોના અને વિધાર્થીઓના પ્રશ્નો સાંભળી તેમનાં યોગ્ય નિકાલની ખાતરી પણ આપી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text