1086 બાળકોને શિક્ષણ આપતી હળવદની શાળા બની જિલ્લાની શ્રેષ્ઠ શાળા

- text


ધોરણ 2થી 8માં ખાનગી શાળા છોડી 215 વિધાર્થીઓએ હળવદની શ્રેષ્ઠ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

હળવદ : હળવદ શહેરમાં આવેલ શાળા નંબર-૪ જિલ્લાની શ્રેષ્ઠ શાળા બની છે.1086 બાળકોને ઉત્તમ શિક્ષણ આપતી આ શાળામાં જિલ્લાના સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ખાનગી શાળાઓ સામે અસ્તિત્વ ટકાવી રાખનાર શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિતનાઓ હાજર રહ્યા હતા.

હળવદ શહેરની શાળા નંબર-૪માં શિક્ષક,વાલી અને સૌના સહિયારા પ્રયત્નોથી આ શાળામાં ચાલુ વર્ષે ખાનગી શાળામાંથી ધોરણ-૨ થી ૮માં કુલ મળીને ૨૧૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે અને ધોરણ-૧માં કુલ ૧૩૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. જે સમગ્ર મોરબી જિલ્લામાં એક આગવા સ્થાને છે. આ શાળામાં કુલ ૧૦૮૬ વિદ્યાર્થીઓ સાથે મોરબી જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી સરકારી શાળા બની છે.

આ નુમનેદાર શાળા ગુજરાત સરકારના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેકટમાં પસંદગી પામી છે. આ શાળાએ ગત વર્ષે સરકાર દ્વારા યોજાતા ગુણોત્સવ ૨.૦માં એ ગ્રેડ મેળવી ઉત્તમ શૈક્ષણિક સિદ્ધિ પણ મેળવી છે.

- text

કોરોનાકાળમાં જ્યારે શાળા બંધ છે ત્યારે આ શાળાએ દરરોજ ૪૫૦થી વધુ બાળકોને ઓનલાઇન શિક્ષણ આપેલ છે. જે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાને છે સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા લેવાતી એન.એમ.એમ.એસ પરીક્ષામાં તાલુકામાં સૌથી વધુ એટલે કે એક સાથે ૬ બાળકો મેરિટમાં સમાવેશ પામેલ છે. જેથી તે બાળકોને પણ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ઉત્તમ શૈક્ષણિક કામગીરી બદલ હાજર રહેલ મહેમાનોના હસ્તે દરેક શાળાનાં શિક્ષકને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાની ઉત્તમ કામગીરી જોઈને જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, શીક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રાએ શાળાના શિક્ષકોના સન્માન પૂર્વક વખાણ કર્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text