નવલખી રોડ ઉપર ઇકો કાર હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

- text


બેકાબુ ઇકો ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જી ફરાર

મોરબી : મોરબી નવલખી રોડ ઉપર બરવાળા ગામના રેલવે સ્ટેશન નજીક ગોળાઈમાં બેફામ સ્પીડે ઇકો કાર ચલાવી આગળ જતાં બાઇકને ઇકો ચાલકે ઠોકર મારતા બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવાનને ઇજાઓ પહોંચી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી નવલખી હાઇવે ઉપર બરવાળા રેલવે સ્ટેશન પાસેની ગોળાઈમાં સફેદ કલરની ઈકો ગાડી નંબર GJ-03-KC-4055 વાળીના ચાલકે બેફામ સ્પીડે ઇકો કાર ચલાવી આગળ જઈ રહેલા મોટરસાઇકલ નં. GJ-10-CB-0938ને પાછળથી ઠોકર મારતા બાઈક ચાલક વેરસીભાઈ રાજેશભાઇ રૂદાતલાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા સાહેદને ઇજાઓ પહોંચી હતી. જો કે અકસ્માત સર્જી ઇકો કાર ચાલક નાસી છૂટ્યો હતો.

- text

આ બનાવ અંગે મૃતક વેરસીભાઈના પિતા રાજેશભાઈ ભીખાભાઈ રૂદાતલા ઉ.વ. ૪૦ ધંધો ખેતમજુરી રહે હજનાળી તા.જી.મોરબી વાળાએ ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમવી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાર નંબરના આધારે ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text