ટંકારામાં હસમુખજી પરમારની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાઈ સ્મરણાંજલી સભા

- text


૨૪ ઓગસ્ટને પ્રેરણા દિવસ તરીકે ઉજવશેની જાહેરાત કરી ઉપદેશમાળા શ્રધ્ધા પુષ્પ-૧ પુસ્તકનું વિમોચન કરાયું

ટંકારા : આર્ય સમાજ ટંકારાના સંચાલક, એમ.પી. દોશી વિદ્યાલયના પુર્વ આચાર્ય, દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના સભ્ય અને હજારો પરિવારોને વૈદિક યજ્ઞ કરતા કરનાર હસમુખજી ધરામશીભાઈ પરમારની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે સ્મુતિશેષ સ્મરણાંજલી સભા યોજાઈ હતી. આ તકે ટંકારા આર્યસમાજી ૨૪ ઓગસ્ટને પ્રેરણા દિવસ તરીકે ઉજવશેની જાહેરાત કરી ઉપદેશમાળા શ્રધ્ધા પુષ્પ-૧ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

ટંકારા આર્ય વિદ્યાલયમ્ ખાતે 24 ઓગસ્ટના રોજ સ્મરણાંજલી સભા યોજાઇ હતી જેમાં સર્વપ્રથમ પંડિત સુહાસજી દ્વારા હસમુખજીના જ્યેષ્ઠપુત્ર વિગ્નેશે સ્પત્નીક યજ્ઞ કર્યો હતો.બાદમાં આર્યવીરદલના સંચાલક મેહુલ કોરીંગાએ શ્રધ્ધા સુમન અર્પિત કરી પોતે દૈનિક યજ્ઞ કરવાનો સંકલ્પ કરી સૌને પ્રેરીત કર્યા હતા. ગણમાન્ય રમણિક વડાવીયાએ હસમુખજીએ સોંપેલ પ્રત્યેક શનિવારે બાળકોની જ્ઞાનવર્ધક ચર્ચા ચાલુ રાખેલ છે એ યાદ કરી સ્મરણાંજલી અર્પી હતી.

સમાજના મંત્રી દેવકુમાર પડસુબિયા દ્વારા પરમાર સાહેબની સંઘર્ષમય જીવન યાત્રાનું વર્ણન કરી સભા ભાવવિભોર બની ગઈ હતી. આ ઉપરાંત આર્ય વિરાગંના પ્રભાબેન મનીપરા,દેવમુરારી હીનાબેન, બારૈયા બેન, કટારીયાબેન, શ્રધ્ધા સુમન અર્પીત કર્યા.અંતમાં હસમુખભાઈ ના લઘુબંધુ અશોકભાઇ પરમારે આજના 24 ઓગષ્ટને હવેથી પ્રેરણા દિવસ તરીકે ઉજવવા ઘોષણા કરી તેમના થકી સંપાદિત પુસ્તક ઉપદેશમાળા શ્રધ્ધા પુષ્પ-1નું વિમોચન કરવામાં આવ્યું હતું.

- text

સરળ અને સોબર વ્યક્તિ આપણી વચ્ચે હયાત નથી પરંતુ એમની વાત અને યાદ વાગોળી પરમાર હસમુખજીના પુત્રે આર્ય સમાજના દૈનિક યજ્ઞનો ખર્ચ પોતે ભોગવી પિતાશ્રીની કેડીએ પ્રેરણા મળે એવો પ્રયાસ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું મંત્રી દેવકુમાર દ્વારા સફળતા પુર્વક કરવામાં આવ્યું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરી શાંતપાઠ દ્વારા સભાનું સમાપન કરવામાં આવ્યું હતું.

- text