ઘરમાં ઘુસી સગીરાની છેડતી કર્યાની ફરિયાદ

- text


હળવદના નવા ઈશનપુર ગામની ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

હળવદના નવા ઈંશનપુર ગામે સગીરાની એક સગીર સહિત બે શખ્સોએ છેડતી કર્યાની ઘટના સામે આવી છે જેમાં ઘરમાં ઘુસી એકલતાનો લાભ લઈને બે શખ્સોએ સગીરાની છેડતી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે

- text

હળવદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ઇશનપુર ગામે રહેતી સગીરાએ એક સગીરવયના શખ્સ અને મનસુખભાઇ જેરામભાઈ પરમાર સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી સગીરા ઘરે એકલી હતી ત્યારે તેણીનો એકલતાનો લાભ લઇ બન્ને આરોપીઓ તેણીના ઘરમાં ઘુસી આવ્યા હતા અને બન્ને આરોપીઓએ ફરિયાદી સગીરાની એકલતાનો લાભ લઈ છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text