લાઇસન્સના નામે ટી સિરીઝ કંપનીની જોહુકમી સામે મોરબીના ફોટોગ્રાફરો લાલઘૂમ

- text


ટી સિરીઝ વાળા ધરાર લાયસન્સ લેવા દબાણ કરી ધાક ધમકી આપતા હોવાથી ફોટોગ્રાફરોમાં ભારે રોષ

કાળા કપડાં પહેરી એસપી અને કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

મોરબી : ટી સિરીઝ કંપનીની દાદાગીરી સામે મોરબીના ફોટોગ્રાફરો મોરચો માંડ્યો છે. જેમાં ટી સિરીઝ વાળા ધરાર પોતાની કંપનીનું લાયસન્સ લેવા દબાણ કરી ધાક ધમકી આપતા હોવાથી ફોટોગ્રાફરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી આજે ફોટોગ્રાફરોએ કાળા કપડાં પહેરી એસપી અને કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો અને ટી સિરીઝ કંપની સામે યીગ્ય પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબી ફોટોગ્રાફરો એસોસિએશનના નેજા હેઠળ આજે ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરોએ કાળા કપડાં પહેરી વિરોધ સાથે કલેકટર અને એસપીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, મોરબીમાં 200 જેટલા ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરો લોકોના સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં ધોઘાટને દબાવવા જુદાજુદા ફિલ્મી ગીતોનો ઉપયોગ કરે છે. જે માત્ર જે તે પાર્ટીના પર્સનલ ઘરમાં જોવા માટે જ હોય છે.જેમાં કોઈ ગુન્હો બનતો નથી.આમ છતાં જાણીતા ટી સિરીઝ કંપનીવાળા મોરબીના ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરોને તેમની કંપનીનું ધરાર લાયસન્સ લેવા દબાણ કરે છે અને પોલીસને સાથે રાખી રેડ કરી ગુન્હામાં ફિટ કરી દેવાની ધાક ધમકી આપે છે. હમણાં છેલ્લા ચાર દિવસથી ટી સિરીઝ કંપનીવાળા મોરબીમાં ફોટોગ્રાફરોના સ્ટુડયે-સ્ટુડયે જઈને ઘરાર લાયસન્સ લેવા આવો ત્રાસ ગુજારે છે.

- text

વધુમાં જણાવ્યું હતું, એક તો ઘણા નાના ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરોની સામાન્ય આર્થિક સ્થિતિ હોય છે. તેમાંય હમણાં લોકડાઉન ગયું એથી આવા નાના વર્ગની હાલત કફોડી છે.તેવા સંજોગોમાં આટલી મોટી રકમનું લાયસન્સ કરવી રીતે લઈ શકે ? આ કંપનીની આવી જોહુમકીથી નાના ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરો બેરોજગાર બની રહ્યા છે અને ગાંધીનગરથી સીઆઇડી ક્રાઇમની મજૂરી વાળા લેટર સાથે આવીને કંપની રેઇડ કરી નાના ફોટોગ્રાફરોને હેરાન પરેશાન કરે છે. જો કે ટી સિરીઝ કંપની દ્વારા જબરજસ્તીપૂર્વક આપતું લાયસન્સ માત્ર એક પુઠું જ હોય છે. બાકી કોઈ વસ્તુ અપાતી નથી. તો આ કંપની લાયસન્સ માટે રૂ. 15 હજાર જેવી રકમ કેવી રીતે ઉઘરાવે છે તેની તપાસ થવી જોઈએ.

આ બાબતે ફોટોગ્રાફરોએ સાંસદ મોહનભાઇને મળીને રજુઆત કર્યા બાદ ઉચ્ચકક્ષાએ પણ રજુઆત કરી હતી.તેમજ આજે એસપી અને કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે અન્યથા ઉગ્ર અદોલન કરવાની ચીમકી આપી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text