મોરબી જિલ્લામાં ફરી ડોઝ વધ્યા, કાલે શનિવારે 44 સ્થળે વેકસીનેશન માટે 6150 ડોઝ ફાળવાયા

- text


આજે જિલ્લામાં 34 સ્થળે કુલ 4546 લોકોનું વેકસીનેશન

મોરબી : મોરબી જિલ્લામાં વેકસીનેશન માટે ફરી ડોઝ વધારી દેવામાં આવ્યા છે. જેમાં આજ કરતા આવતીકાલે વેકસીનેશન માટે ડોઝનો નજીવો વધારો કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં આવતીકાલે 44 સ્થળે વેકસીનેશન માટે 6150 ડોઝ ફાળવાયા છે. જ્યારે આજે જિલ્લામાં 34 સ્થળે કુલ 4546 લોકોનું વેકસીનેશન થયું હતું.

- text

મોરબી જિલ્લામાં આજે 34 સ્થળે વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે વેકસીનેશન માટે 6 હજાર જેટલા ડોઝ ફાળવવામાં આવ્યા હતા. ત્યારે આજે દિવસના અંતે મોરબી જિલ્લામાં 45 પલ્સમાં 1233, 18 પલ્સમાં 3283 અને ખાનગીમાં મળીને કુલ 4546 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જ્યારે આવતીકાલે મોરબી જિલ્લાના 44 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી તાલુકાના 21સ્થળો, ટંકારા તાલુકાના 4 સ્થળો, વાંકાનેર તાલુકાના 9 સ્થળો, માળીયા તાલુકાના 3 સ્થળો અને હળવદ તાલુકાના 7 સ્થળોનો સમાવેશ થાય છે અને આવતીકાલના વેકસીનેશન માટે 6150 ડોઝ ફાળવવામાં આવ્યો છે. જો કે આજ કરતા આવતીકાલે ડોઝમાં નજીવો વધારો થતાં વેકસીનેશન પણ થોડું વધે તેવી શક્યતા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text