MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ, ક્રૂડ ઓઇલમાં નરમાઈ

- text


બુલડેક્સ ફ્યુચર્સમાં 83 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 165 પોઈન્ટની મૂવમેન્ટ

કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,21,041 સોદાઓમાં કુલ રૂ.9,931.34 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 83 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 165 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 53,550 સોદાઓમાં કુલ રૂ.3,225 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,250ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,377 અને નીચામાં રૂ.47,134 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.56 વધી રૂ.47,225ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.37,957 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.4,685ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,199ના ભાવે ખૂલી, રૂ.47 વધી રૂ.47,166ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,185 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,320 અને નીચામાં રૂ.61,780 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.105 ઘટી રૂ.62,028 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.144 ઘટી રૂ.62,302 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.138 ઘટી રૂ.62,306 બોલાઈ રહ્યો હતો. 

બિનલોહ ધાતુઓમાં 15,641 સોદાઓમાં રૂ.2,745.80 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.45 વધી રૂ.205.20 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.245ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.55 વધી રૂ.687.95 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.7.1 વધી રૂ.1,405.60 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.179ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

એનર્જી સેગમેન્ટમાં 35,055 સોદાઓમાં કુલ રૂ.2,357.40 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,766ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.4,777 અને નીચામાં રૂ.4,697 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.17 ઘટી રૂ.4,705 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.20 વધી રૂ.291.70 બોલાઈ રહ્યો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં 3,958 સોદાઓમાં રૂ.520.14 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,467ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1468 અને નીચામાં રૂ.1456 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.50 વધી રૂ.1,462 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,250ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,286 અને નીચામાં રૂ.18,000 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.298 ઘટી રૂ.18,045ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,169ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1191.50 અને નીચામાં રૂ.1150.90 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.10 વધી રૂ.1179.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.80 ઘટી રૂ.918.40 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.310 ઘટી રૂ.25,780 બોલાઈ રહ્યો હતો. 

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,012 સોદાઓમાં રૂ.1,691.80 કરોડનાં 3,579.095 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 42,538 સોદાઓમાં કુલ રૂ.1,533.20 કરોડનાં 246.026 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.149.52 કરોડનાં 7,280 ટન, જસતના વાયદાઓમાં રૂ.346.53 કરોડનાં 14,095 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,572.17 કરોડનાં 22,7350 ટન, નિકલના વાયદાઓમાં રૂ.599.24 કરોડનાં 4,261.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.78.34 કરોડનાં 4,380 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,760 સોદાઓમાં રૂ.774.64 કરોડનાં 16,34,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 25,295 સોદાઓમાં રૂ.1,582.76 કરોડનાં 5,44,28,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 9 સોદાઓમાં રૂ.0.26 કરોડનાં 36 ટન અને કોટનના વાયદાઓમાં 581 સોદાઓમાં રૂ.47.81 કરોડનાં 18450 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 379 સોદાઓમાં રૂ.14.46 કરોડનાં 156.24 ટન, રબરના વાયદાઓમાં 51 સોદાઓમાં રૂ.0.94 કરોડનાં 52 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,938 સોદાઓમાં રૂ.456.67 કરોડનાં 39,360 ટનનાં કામકાજ થયાં હતાં. 

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,382.091 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 779.892 ટન, એલ્યુમિનિયમમાં 11,260 ટન, જસત વાયદામાં 8,345 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 15,6550 ટન, નિકલ વાયદામાં 3,5070 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,725 ટન, ક્રૂડ તેલમાં 7,92,700 બેરલ અને નેચરલ ગેસમાં 2,11,08,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 192 ટન, કોટનમાં 73075 ગાંસડી, મેન્થા તેલમાં 465.48 ટન, રબરમાં 167 ટન, સીપીઓમાં 82,710 ટનના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,581 સોદાઓમાં રૂ.127.99 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 513 સોદાઓમાં રૂ.39.85 કરોડનાં 564 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,068 સોદાઓમાં રૂ.88.14 કરોડનાં 1,157 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,323 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,032 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,119ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,163 અને નીચામાં 14,080ના સ્તરને સ્પર્શી, 83 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 6 પોઈન્ટ ઘટી 14,113ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,340ના સ્તરે ખૂલી, 165 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 51 પોઈન્ટ વધી 15,183ના સ્તરે પહોંચ્યો હતો. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 11,256 સોદાઓમાં રૂ.955.01 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.124.72 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.113.26 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.715.62 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text