ત્રણ દિવસમાં પાણી ન મળે તો માળીયાના ખેડૂતો કરશે આંદોલન

- text


સ્થાનિક સિંચાઇ અધિકારીએ ખાતરી આપતા ખેડૂત હિતરક્ષક સમિતિએ હાલ પૂરતું આંદોલન મુલતવી રાખ્યું

માળીયા : માળીયાના ખાખરેચી નર્મદા બ્રાન્ચ કેનાલ ખાતે ગઈકાલે ખેડૂત હિતરક્ષક સમિતિએ સિંચાઇ મુદ્દે ખેડૂતો સાથે મોરચો માંડ્યો હતો અને આંદોલન કરવાની ચીમકી આપી હતી. પરંતુ આજે સ્થાનિક સિંચાઇ અધિકારીએ ખાતરી આપતા ખેડૂત હિતરક્ષક સમિતિએ હાલ પૂરતું આંદોલન મુલતવી રાખ્યું છે અને ત્રણ દિવસમાં પાણી ન મળે તો માળીયાના ખેડૂતો આંદોલન કરશે તેવી પણ ચીમકી આપી છે.

- text

માળીયા બ્રાન્ચ નર્મદા કેનાલ ખેડૂત હિતરક્ષક સમિતિએ જણાવ્યું હતું કે, હાલ વરસાદ ન હોય ખેડૂતોને પાક બચાવવા માટે નર્મદા કેનાલમાંથી પાણી આપવા મામલે ખેડૂતોને સાથે રાખી ખાખરેચી બ્રાન્ચ કેનાલ ખાતે મોરચો માંડ્યો હતો. પરંતુ આજે માળીયા બ્રાન્ચ નર્મદા કેનાલના મુખ્ય અધિકારી પંડ્યા ખાખરેચી મુલાકાત લઈને ખેડૂતોને ત્રણ દિવસમાં સિંચાઇ માટે કેનાલમાંથી પાણી છોડવાની ખાતરી આપી હતી. આથી ખેડૂત હિતરક્ષક સમિતિએ હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખી જો ત્રણ દિવસમાં પાણી ન મળે તો તા.23 ના રોજ કલેકટરને  આવેદન આપી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text