મોરબીના કિયા સિરામિકમાં કામદારોનું 100% કોરોના વેક્સિનેશન

- text


મોરબી : મોરબીમાં આવેલ કિયા સિરામિક દ્વારા કેમ્પ યોજીને તમામ કામદારોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.

મોરબીના 8-એ નેશનલ હાઇવે ઉપર આવેલ કિયા સીરામીકમાં કામ કરતા કામદારો માટે ફેકટરીમાં જ રસીકરણનો કેમ્પ યોજીને 100 ટકા વેકસીનેસન કરવામાં આવ્યું હતું. ફેકટરીના માલીક પંકજભાઈ પાડલીયા દ્વારા ફેકટરીના 527 જેટલા મજૂરોનું વેકસીનેસન કરાવીને કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. આમ, આવી રીતે ફેકટરીના માલિકો પોતાના કામદારો માટે કેમ્પ કરીને રસીકરણ કરાવે તો ત્રીજી લહેર સામે લડી શકીશું અને મોરબી જિલ્લો 100 ટકા વેકસીનેસન કરવામાં સફળ થશે તેવું યાદીમાં જણાવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text