હળવદ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં આશાસ્પદ યુવાનનું મોત

- text


મુળ ભાવનગર જીલ્લાનો વતની યુવાન સુસવાવ નજીક કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો

હળવદ : હળવદ શહેરના સરા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં ૩૬ વર્ષીય યુવાનની લાશ મળી આવી છે. યુવાનનું અકસ્માતે કેનાલમાં પડી જવાથી મોત થયું છે કે આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના સરા રોડ પર આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના ચેતનસિંહ જગદીશ ગોહિલ ગતરાત્રીના એકટીવા લઈ ઘરેથી સાડા નવ વાગ્યાની આસપાસ નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે અરસામાં ચેતનસિંહનું એકટીવા સરા રોડ પર આવેલ ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ કાંઠેથી મળી આવતા ટીકરથી તરવૈયાઓની ટીમ બોલાવી નર્મદા કેનાલમાં તપાસ હાથ ધરવામાં આવતા ચેતનસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.

- text

જેથી પોલીસ દ્વારા મૃતકની લાશને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલે લઇ આવી મૃતક યુવાનનું અકસ્માત માટે કેનાલમાં પડી જવાથી મૃત્યુ થયું છે કે આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે મૃતકના પરિવારજનો દ્વારા પોલીસને ચેતનસિંહ કેનાલમાં પાણી પીવા જતા પડી ગયા હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે

વધુમાં મૃતક ચેતનસિંહ મૂળ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વતની હતા અને પરિવાર સાથે પાછલા સાત-આઠ વર્ષથી હળવદમાં રહેતા હતા. તેઓ માળીયા હાઈવે પર સુસવાવ ગામના પાટીયા પાસે આવેલા એસ્ટોન નામના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text