તખ્તસિંહજી રોડ ઉપર ઓફીસમાં જુગારધામ પર દરોડો, 6 ઝડપાયા

- text


મોરબી એ ડિવિઝન પોલીસે જુગારની રેઇડ કરી રોકડા રૂ. 86,150 કબ્જે કર્યા

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે આજે બાતમીના આધારે શહેરના બજાર વિસ્તાર તખ્તસિંહજી રોડ ઉપર આવેલ ઓફીસમાં ધમધમતા જુગારધામ ઉપર રેઇડ કરી હતી. પોલીસે આ ઓફીસમાં જુગાર રમતા છ આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ એ ડિવિઝન પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. 86150 કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફને આજે ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી વિજયસિંહ ભૂપતસિંહ ચુડાસમા પોતાના કબ્જા ભોગવટાની શહેરના બજાર વિસ્તાર તખ્તસિંહજી રોડ ઉપર રોયલ કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલ જય માતાજી નામની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. આ પ્રકારની બાતમી મળતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ એ ઓફિસમાં ત્રાટક્યો હતો.

- text

પોલીસે ઓફીસમાં જુગાર રમતા આરોપીઓ વિજયસિંહ ભૂપતસિંહ ચુડાસમા, મહાવીરસિંહ બળવંતસિંહ જાડેજા, સુરેશભાઈ ઉર્ફે સંજયભાઈ ડાયાભાઈ થડોદા, સંજયભાઈ મહાદેવભાઈ જગોદણા, નિલેશભાઈ કાંતિલાલ થડોદા, મનસુખભાઇ પ્રેમજીભાઈ વિઠલાપરાને ઝડપી લીધા હતા. તેમજ એ ડિવિઝન પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. 86150 કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text