માળીયાના નાના દહીંસરા ગામે 150 બોટલ દારૂ ઝડપાયો

- text


એલસીબીએ રેઇડ કરી રૂ. 54,900 ની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કર્યો, આરોપી ફરાર

મોરબી : મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે બાતમીના આધારે માળીયાના નાના દહીંસરા ગામે દરોડો પાડી 150 બોટલ દારૂ ઝડપી લીધો હતો. જો કે આરોપી હાથમાં આવ્યો ન હતો. એલસીબીએ રૂ.54900 ની કિંમતનો દારૂ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી એલસીબી પોલીસ સ્ટાફને આજે ચોક્કસ બાતમી મળી હતી કે, માળીયાના નાના દહીંસરા ગામે રહેતો ઈરફાનભાઈ અલીભાઈ સુમરા માળીયાના નાના દહીંસરા ગામે આવેલ મહાકાળી મંદિરની સામેના ભાગે બાવળની ઝાડીમાં ઈંગ્લીશ દારૂ છુપાવી વેચાણ કરે છે. આ પ્રકારની બાતમી મળતા પોલીસે તે સ્થળે દારૂની રેઇડ કરી હતી. પરંતુ આરોપી હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે ઈંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ 150 કિંમત રૂ.54900 નો મુદામાલ કબ્જે લઈ આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text