75 માં સ્વાતંત્ર્ય પર્વની ટંકારા તાલુકા કક્ષાની ઉજવણી પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ

- text


મામલતદાર નરેન્દ્ર શુક્લના વરદ હસ્તે ધ્વજ વંદન 

દેશ કાજે પ્રાણની આહુતિ આપનાર નરબંકાને યાદ કરી સલામી આપી

ટંકારા : ટંકારા તાલુકા કક્ષાનો 75મો આઝાદી પર્વ પોલીસ મથકે યોજવામાં આવ્યો હતો જેમા મામલતદાર એન.પી.શુક્લ દ્વારા ધ્વજવંદન કરી પરેડ યોજી હતી અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

ટંકારા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત મીતાણા સી.આર.સી.ની જીવાપર પ્રાથમિક શાળા માંથી ડોડીયા નિશાન ભાઈ, નાના ખીજડીયા સીઆરસીની નેસડા ખાનપર પ્રાથમિક શાળાના પટેલ મુકેશભાઈ, નેકનામ સી.આર.સી.ની નેકનામ કન્યા શાળામાંથી પટેલ વિધીબેન, સરાયા સી.આર.સી.ની નેસડા સુરજી પ્રાથમિક શાળાના શિક્ષક દૂદકિયા રાજેશભાઈ, ટંકારા સી.આર.સી.ની ગાયત્રી નગર તાલુકા શાળાના શિક્ષક દીપકભાઈને પ્રતિભાશાળી શિક્ષકના પ્રમાણપત્ર મામલતદાર
,અને તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, ટંકારા તાલુકાના પ્રમુખ પુષ્પાબેન કામરીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

- text

આ કાર્યક્રમમાં આર્ય સમાજના આચાર્ય રામદેવજી, સિવિલ ડોક્ટર ચીખલીયા, જિલ્લા પંચાયતના સદસ્ય ભુપતભાઈ ગોધાણી, કિરીટ અંદરપા, રૂપસિંહ ઝાલા સહિતના આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આ મહાનુભાવોના હસ્તે ફોરેસ્ટ વિભાગ ટંકારા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈ કર્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text