આડા સંબંધનો કરૂણ અંજામ : પતિની નજર સામે પ્રેમીએ પરિણીતાને મોતને ઘાટ ઉતારી

- text


માળીયાના ખાખરેચીની સીમમાં બનેલો બનાવ

હત્યા કર્યા બાદ વચ્ચે પડેલા પતિને માર મારી પ્રેમી સહિતના બે હત્યારા ફરાર

મોરબી : આડા સંબંધોનો હંમેશા કરૂણ અંજામ આવતો હોય છે ત્યારે ગઈકાલે માળીયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવા જ એક કિસ્સામાં આડા સંબંધ રાખનાર મહિલાને પોતાની સાથે લઈ જવા પ્રેમીએ દાદાગીરી કરતા ઈન્કાર કરનાર પરિણીતાને પતિની નજર સામે જ કોષના ઘા ઝીકી પ્રેમી પલાયન થઈ ગયો હતો.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે જીતુભા જાડેજાની વાડી વાવતા રણજીતભાઇ બામેટીયાભાઇ વસાવાની પત્ની શારદાબેનને આરોપી ભુપતભાઇ સવાભાઇ ઠાકોર, રહે. ઝીઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર હાલ રહે.હાસલપુર ચોકડી, વિરમગામ વાળા સાથે આડા સંબંધ હોય તા.13ના રોજ પોતાના ભાઈ સાથે ફરિયાદીની વાડીએ આવ્યો હતો અને શારદાબેનને પોતાની સાથે આવવા બળજબરી કરી હતી.

- text

બીજી તરફ શારદાબેનને પોતાના પ્રેમી ભુપતભાઇ સવાભાઇ ઠાકોર સાથે જવા ઈન્કાર કરતા ભૂપતનો પીતો છટકયો હતો અને લોખંડની કોષ લઈ તૂટી પડતા શારદાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. ઉપરાંત ભૂપતની સાથે રહેલા તેના ભાઇ બીજલભાઇ સવાભાઇ ઠાકોરે શારદાબેન તથા તેમના પતિને પકડી રાખી હત્યામાં મદદગારી કરવાની સાથે વચ્ચે પડેલા રણજિતભાઈને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને આ ઘટનામાં શારદાબેનનું મોત નીપજ્યું હતું.

ઘટના અંગે મૃતક શારદાબેનના પતિ રણજિતભાઈ વસાવાની ફરિયાદના આધારે માળીયા પોલીસે આરોપી ભુપત અને બીજલ ઠાકોર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૨,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી હત્યાને અંજામ આપી નાસી છૂટેલા બન્ને શખ્સોને ઝડપી લેવા કાર્યાવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text