કીડી ગામના નદી કાંઠે જુગારનો પાટલો માંડનાર ત્રણ જુગારી ઝડપાયા : 6એ મુઠ્ઠીઓ વાળી

- text


હળવદ પોલીસની રેઇડ દરમિયાન રૂ.19,300ની રોકડ કબ્જે લેવાઈ

હળવદ : હળવદ તાલુકાના કીડી ગામના નદી કિનારે જુગારનો પાટલો શરૂ થયો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ત્રણ જુગારીઓને ઝડપી લેવાયા હતા, જ્યારે છ જુગારીઓ મુઠ્ઠીઓ વાળી નાસી છૂટતા તમામ જુગરીઓ સામે ગુન્હો નોંધી પોલીસે રૂ. 19,300ની રોકડ રકમ જપ્ત કરી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ પી.આઈ પી.એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના યોગેશદાન ગઢવી, દેવેન્દ્રસિંહ ઝાલા, મુમાભાઈ કલોત્રા, જયપાસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફે બાતમીને કીડી ગામની સીમમાં આવેલ નદી કિનારે જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે આ જુગારધામમાંથી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે છ શખ્સો પોલીસને જોઇ નાસી છૂટયા હતા.

- text

દરોડા દરમિયાન પોલીસે જુગારના પટમાંથી રૂપિયા 19,300ની રોકડ રકમ સાથે પ્રફુલભાઈ કાવર (રહે.રણમલપુર), અશ્વિનભાઈ રહે. રણમલપુર અને ચંદુભાઈ ઉઘરેજા રહે.કીડી ગામની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસને જોઇ નાસી છુટેલ અશોકભાઈ, રહે. રણમલપુર, અશોકભાઈ ઝરવરીયા, રહે.એજાર, પંકજભાઈ રહે. કીડી, લાલાભાઇ, રહે. ઇંગોરાળા, રજનીકાંતભાઈ, રહે. ઈંગોરાળા, મુન્નાભાઈ રહે. ઇંગોરાળા સહિત છ શખ્સો નાસી છૂટયા હતા. હાલ પોલીસ દ્વારા ઝડપાયેલા શખ્સો અને નાસી છુટેલ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text