પબજી ગેમનો બંધાણી યુવાન ઘર છોડીને ભાગ્યા બાદ 15 દિવસે પરત આવતા હાશકારો

- text


આખો દિવસ ગેમ રમતો હોય માતા-પિતાએ મોબાઈલ ભાંગી નાખતા ઘર છોડ્યું હતું

મોરબી : બાળકો તો ઠીક યુવાનો પણ મોબાઈલ ગેમમાં ગળાડૂબ રહી પોતાનું ભાવિ ખરાબ કરી રહ્યા છે ત્યારે વાલીઓ માટે લાલબત્તી રૂપ એક કિસ્સામાં મોરબીમાં પબજી ગેમના બંધાણી યુવાનને માતાપિતાએ ઠપકો આપી મોબાઈલ બાંગી નાખતા ઘર છોડ્યું હતું. જો કે, 15 દિવસ બાદ લાપતા યુવાન ઘરે આવી જતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે.

મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં આવેલ લાયન્સ નગરમાં રહેતા ધનજીભાઇ સામજીભાઇ સોલંકીનો પુત્ર મનીષભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.વ.૧૮) સતત મોબાઈલમાં પબજી ગેમ રમ્યા કરતો હોય માતાપિતાએ કંટાળી જઈ ઠપકો આપવાની સાથે મોબાઈલ તોડી નાખતા ગત તા.૨૫ જુલાઈના રોજ બપોરના સમયે ઘર છોડી ચાલ્યો ગયો હતો.

- text

આ ઘટના અંગે ધનજીભાઈએ પોલીસ સ્ટેશનમાં ગુમસુધા નોંધ લખાવી મનીશને શોધવા અનેક પ્રયાસ કર્યા હતા. જે બાદ ગઈકાલે મનીષ પોતાની જાતે જ ઘરે પરત આવી જતા માતાપિતા અને પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે. આ કિસ્સો માતાપિતા અને બાળકો યુવાનો માટે લાલબત્તી રૂપ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text