હળવદની રાજોધરજી હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

- text


હળવદ મામલતદારના હસ્તે ઘ્વજવંદન કરાયું : સંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

હળવદ : આજે હળવદમાં 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આન-બાન અને શાન સાથે કરવામાં આવી છે તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી હળવદ રાજોધરજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી જેમાં મામલતદારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

દેશભરમાં 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે હળવદ શહેરમાં આવેલ રાજોધરજી હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં મામલતદાર ડી.સી પરમારના હસ્તે ધ્વજવંદન કર્યા બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. હાજર રહેલ મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન સાથે દેશભક્તિના ગીતો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાથે સાથે હળવદ તાલુકાના 10 શિક્ષકોને સારી કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપી સન્માનીત કરાયા હતા. તેમજ વૃક્ષોના રોપાનું વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે મામલતદાર ડી.સી.પરમાર, તાલુકા વિકાસ અધિકારી પારેખ, હળવદ પી.આઈ પી.એ.દેકાવાડિયા, પીએસઆઈ પી.જી પનારા, એ.ટી.ડી.ઓ અમીતભાઈ રાવલ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, પાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઇ સોનગરા, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવ ભાઈ સીણોજીયા, અજયભાઈ રાવલ, સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text