અજંતા-ઓરેવા કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ

- text


મોરબી ફાયર બ્રિગેડ ઉપરાંત રાજકોટ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ 

6 કલાક બાદ પણ આગ કાબુમાં ન આવી

મોરબી : મોરબી-રાજકોટ હાઇવે ઉપર વિરપર ગામ નજીક આવેલ અજંતા ઓરેવા ફેકટરીમાં આજે વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે આગ લાગતા પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધી હતું અને આગ લાગવાના છ કલાક બાદ પણ હજુ સુધી આગ કાબુમાં આવી નથી. હાલમાં મોરબી તેમજ રાજકોટ ફાયર બ્રિગેડ કાફલો સતત પાણીનો મારો ચલાવી રહ્યો છે અને ત્રણ માળ સુધી આગ લબકારા મારી રહી હોય વ્યાપક નુક્શાનીની ભીતિ સેવાઇ રહી છે. જો કે, આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજન રાજકોટ – મોરબી હાઇવે ઉપર વિરપર નજીક આવેલ અજંતા ઓરેવા કંપનીમાં આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં મોલ્ડીંગ અને કલરશોપ વિભાગમાં આગ લાગતા ધીમે ધીમે આગ પ્રસરીને વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડ વિભાગના હિતેશભાઈ સહિતનો કાફલો 3 ફાયર ફાઈટર, આઇસર, ટ્રેકટર સહિતના સરંજામ સાથે આગ બુઝાવવા માટે ઘટના સ્થળે દોડી ગયો હતો.

બીજી તરફ મોલ્ડીંગ વિભાગમાં રહેલ પ્લાસ્ટિક અને કલરશોપમાં રહેલા જ્વલનશીલ કેમિકલને કારણે આગ વિકરાળ બનતા મોરબી ફાયર બ્રિગેડના આગ બુઝાવવાના પ્રયાસો ટૂંકા પડતા તાત્કાલિક રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા રાજકોટથી પણ ત્રણ ફાયર ફાઈટર મોકલી હાલમાં આગ બુઝાવવા પ્રયાસ ચાલી રહ્યા છે.

- text

દરમિયાન સવારે સાડા નવ વાગ્યા સુધી આગ કાબુમાં આવી ન હતી અને ધીમે ધીમે આગ ભોંયતળિયેથી લઈ પ્રથમ માળ અને બાદમાં ત્રીજા માળ સુધી પહોચી જતા હાલમાં મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ સંયુક્ત રીતે આગ બુઝાવવાના પ્રયાસો કરી રહી છે. જો કે વિકરાળ આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રો જણાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text