Byju’s અને Vedantu જેવી પેઇડ શૈક્ષણિક એપને ટક્કર મારતી સરકારની G-shala ફ્રી એપ

- text


એપ વિશે જાગૃતિ ફેલાવવા મહેન્દ્રનગર સી.આર.સી કો-ઓર્ડીનેટરે ક્લસ્ટરના તમામ શિક્ષકોની ઓનલાઈન મિટિંગ લીધી

મોરબી : કોરોનાકાળમાં વિદ્યાર્થી જ્યારે ઓનલાઇન હોમ લર્નિંગ માટે જુદી જુદી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે પરંતુ byju’s અને વેદાંતું જેવી એપ્લિકેશન પેઈડ હોવાથી માત્ર આર્થિક સંપન્ન લોકોને જ પોસાય છે. જ્યારે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિકસાવાયેલ G-shala Appમાં એ બધું જ છે. જે એક ઉત્કૃષ્ટ શૈક્ષણિક એપ તરીકે ઉપસી આવી છે.

ધોરણ 1 થી12 સુધીનો વિદ્યાર્થી જાતે ઉપયોગ કરી શકે એ રીતે આ એપને ડેવલપ કરવામાં આવી છે. પર્સનલાઇઝડ એડપટીવ લર્નિંગમાં બાળક જાતે વિડિઓ જોઈને પ્રશ્નોના ખોટા જવાબ આપે તો આ એપની લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જ બાળકને સૂચન આપે કે આ કચાસ દૂર કરવા શુ કરવું જોઈએ.

- text

આ એપનો લાભ તમામ સરકારી શાળાના બાળકોને મળે એ માટે જાગૃતતા લાવવા મહેન્દ્રનગર સી.આર.સી કો-ઓર્ડીનેટર ચંદ્રકાન્તભાઈ બાવરવા દ્વારા તેમના ક્લસ્ટરના તમામ શિક્ષકોની ઓનલાઈન મિટિંગ લેવામાં આવી. આ ઓનલાઈન મિટિંગમાં બી.આર.સી ચિરાગભાઈ આદ્રોજા પણ ઉપસ્થિત રહ્યા અને 100% બાળકો આ એપને ઈન્સ્ટોલ કરી એનો ઉપયોગ કરે એ માટે શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text