હળવદમાં યુવા ભાજપે અખંડ ભારત સ્મૃતિ દિન નિમિતે યોજી મશાલ રેલી

- text


 

હળવદની બજાર “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના ગગનભેદી નારાથી ગુંજી ઉઠી

હળવદ : આજરોજ 14 ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે હળવદ યુવા ભાજપ દ્વારા મશાલ રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું. મશાલ રેલી હળવદના સરાનાકાથી પ્રારંભ થઇ હતી અને હળવદની મુખ્ય બજારમાં થઈ અને શ્રી લક્ષ્મીનારાયણ ચોક ખાતે પૂર્ણ થઈ હતી ત્યારે આ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં યુવા કાર્યકરો આગેવાનો અને રાષ્ટ્રભકત નાગરિકો જોડાયા હતા. ત્યારે હળવદની મુખ્ય બજાર ભારત માતા કી જય , વંદે માતરમ અને વીર શહીદો અમર રહોના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠી હતી અને કાર્યક્રમમાં હાજર સર્વે રાષ્ટ્રભક્તિના રંગથી રંગાઈ ગયા હતા.

- text

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ , શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે , તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા, શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે , તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મનસુખભાઇ દલવાડી સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા હિતેશ લોરીયા, મેહુલ પટેલ, ગીરીશભાઈ પરમાર, રવિ પટેલ, વિકાસ કુરિયા , રમેશ હડિયલ, વિપુલ સગર સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text