ગજબની કારીગરી હો બાકી… મોરબીના યુવાને માત્ર એક ઇંચનો વુડન તિરંગો બનાવ્યો!!

- text


વુડ વર્કિંગના વ્યવસાય સાથે જોડાયેલો યુવાન તાજમહેલ, વિવિધ ટાવર અને વિન્ટેજ કારની આબેહૂબ કલાકૃતિ પણ બનાવે છે

મોરબી : મોરબીમાં કલા અને કારીગરીનો અખૂટ ભંડાર છે. જેના પરચા સમયાંતરે મળ્યા જ કરે છે. જેમાં વધુ એક પરચો વુડન વર્કિંગના વ્યવસાય સાથે જોડાયેલા યુવાને આપ્યો છે. આ યુવાને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખાસ એક ઇંચનો સુંદર ટચૂકડો રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

મોરબીમાં નહેરૂ ગેઇટ પાસે નાસ્તા ગલીમાં વુડ વર્કિંગ વ્યવસાય સાથે જોડાયેલા નીતિનભાઇ જોગીદાસ પ્રજાપતિ વુડનમાંથી અલગ અલગ કલાકૃતિ બનાવવા માટે જાણીતા છે. તેઓ એફિલ ટાવર, મોરબીનો ટાવર, લંડનનો ટાવર, રોમનો ટાવર, તાજમહેલ, વિન્ટેજ કાર, બાળકોને રમવાના રમકડાં, પોટ્રેટ ફોટો સહિતની કલાકૃતિઓ બનાવે છે. ઉપરાંત તેઓની દરેક કલાકૃતિ આબેહૂબ જ હોય છે.

આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વ હોય તે નિમિતે તેઓએ ખાસ રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. જે વુડનમાંથી બન્યો છે. આ રાષ્ટ્રધ્વજની ખાસિયત એ છે કે તે માત્ર 25 સેમિ એટલે કે એક ઇંચનો છે. આમ તેઓએ અનોખો તિરંગો બનાવીને દેશ પ્રત્યેની તેમની ભાવના વ્યક્ત કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text