ટંકારાના હડમતિયા ગામે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

- text


આન, બાન સમા ત્રિરંગાને ગામના સરપંચ દ્વારા સલામી આપવામાં આવી

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે કન્યાશાળાના પ્રાંગણમાં આજે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ઓછી સંખ્યામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ગામના સરપંચ કન્યાશાળા, કુમારશાળા તેમજ માધ્યમિક શાળાના શિક્ષકગણ, એસ.એમ.સી અધ્યક્ષ તેમજ એમ.એમ. ગાંધી વિધાલયના પ્રમુખ-ટ્રસ્ટીગણ સદસ્યની હાજરીમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે કન્યાશાળા આચાર્ય મનહરભાઈ ફુલતરીયા, કુમારશાળા આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, માધ્યમિક શાળા આચાર્ય અઘારા તથા શિક્ષકગણ હાજર રહી કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાને રાખી સરકારના આદેશ મુજબ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text