વૃક્ષારોપણ કરી દિકરી જન્મના હેતથી વધામણા

- text


માળીયા : માળીયાના ખાખરેચી ગામે રહેતા પરિવારે ‘દીકરો દીકરી એક સમાન’ની ઉક્તિને સાર્થક કરી પુત્રીના જન્મના હેતથી વધામણાં કર્યા હતા. જેમાં પુત્રી રત્નનો જન્મ થતા આ પરિવારે વૃક્ષારોપણ કરી પુત્રીના જન્મની ખુશી મનાવી છે. માળીયા તાલુકાના ખાખરેચી ગામે સ્વ.લખમણભાઈ ગાંડુંભાઈ સંખેશરીયા પરીવારના પુત્રવધૂ જાગૃતિબેન જગદીશકુમાર લખમણભાઈ સંખેશરીયાના ઘરે દિકરીનો જન્મ થતાં આ પરિવારે 40 વ્રૃક્ષ વાવીને દિકરી જન્મના વધામણા કર્યા હતા અને સમાજને નવો રાહ ચીંધ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text