મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબના હોદેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

- text


મોરબી : ઇન્ડીયન લાયન્સ કલબ મોરબીના નવા વર્ષ ૨૦૨૧/૨૨ ના પ્રમુખ તથા હોદેદારોનો શપથ ગ્રહણ સમારોહ શનાળા રોડ ખાતે આવેલ શિવ હોલમાં યોજવામાં આવેલ હતો. ઇન્ડીયન લાયન્સ કલબ મોરબીના પ્રમુખ તરીકે ભાવેશભાઈ દોશીએ સતત ત્રીજા વર્ષે શપથ ગ્રહણ કરેલ છે. કલબની પ્રવુતિઓ અને વિકાસને ધ્યાને લઇ સતત ત્રીજા વર્ષે ભાવેશભાઈની પસંદગી કરવામાં આવેલ છે.

- text

આ શપથ ગ્રહણ સમારોહમાં ઇન્ડીયન લાયન્સના ટ્રસ્ટી કૌશિકભાઈ ટાંક, ઇન્ડીયન લાયોનેસના નેશનલ કન્વીનર નિરુપમાબેન વાગડિયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા, ગુજરાત સ્ટેટ પ્રમુખ વિજયાબેન કટારીયા, ઉપપ્રમુખ ધીરૂભાઈ સુરેલીયા, વેસ્ટઝોન સેક્રેટરી સુરેશભાઈ કટારીયા, ગુજરાત રાજ્ય શિક્ષણસંઘના પ્રમુખ ટી.ડી.પટેલ, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા અને જૈન સમાજના પ્રમુખ નવીનભાઈ મહેતા હાજર રહીને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ આગામી વર્ષમાં ખુબજ સારા સેવાકીય પ્રોજેકટો કરવાની તમામ સભ્યોએ તૈયારીઓ બનાવેલ હતી તેમ કલબના પ્રમુખ ભાવેશભાઈ તથા સેક્રેટરી હર્ષદભાઈ ગામીએ જણાવેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text