મોરબી જિલ્લામાં ફરી 12,470 ડોઝ ફાળવાયા, કાલે 58 સ્થળે વેકસીનેશન

- text


આજે જિલ્લાના 50 સ્થળોએ 7838 લોકોનું વેકસીનેશન, ગઈકાલની સરખામણીમાં આજે વેકસીનેશન ઘટ્યું

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વેકસીનેશન માટે ડોઝની વધઘટની સંતાકૂકડી ચાલી રહી છે. ત્યારે આવતીકાલ માટે ફરી વધુ 12470 જેટલા ડોઝ ફાળવાતા 58 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આજ માટે ઓછા ડોઝ હોવાને કારણે જિલ્લાના 50 સ્થળોએ 7838 લોકોનું વેકસીનેશન થઈ શક્યું હતું. ગઈકાલે જો કે અત્યાર સુધી સૌથી વધુ હાઈએસ્ટ 12,475 લોકોનું વેકસીનેશન થયું હતું.

મોરબી જિલ્લામાં આજે 50 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોટલ 10,180 ડોઝ ફાળવાયા હતા. આથી આજે મોરબી જિલ્લાના 50 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરાતાં દિવસના અંતે 45 પલ્સમાં 2234, 18 પલ્સમાં 5583 અને ખાનગીમાં 21 મળી કુલ 7838 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જો કે હમણાંથી વેકસીનેશનની સ્થિતિ થોડી સુધરી છે. વધુ ડોઝ આવતા હોય વેકસીનેશન પણ વધુ થઈ રહ્યું છે. પરંતુ લોકોનો ઉત્સાહ એટલો છે કે હજુ સુધી વેકસીનેશનના સ્થળોએ ભીડ ઘટાવાનું નામ લેતી નથી. આજે પણ મોટાભાગના વેકસીનેશનના સ્થળોએ લોકોની લાઈનો જોવા મળી હતી.

- text

મોરબી જિલ્લામાં આવતીકાલે 58 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી તાલુકામાં સૌથી વધુ 20, ટંકારામાં 11, વાંકાનેરમાં 12 માળીયામાં 3, હળવદમાં 12 સ્થળોનો સમાવેશ થાય છે. આવતીકાલે વેકસીનેશન માટે કોવીસીલ્ડ 12000 અને કોવેકસીન 470 મળીને કુલ 12470 ડોઝ ફાળવાયા છે. આવતીકાલે વધુ ડોઝ હોય વેકસીનેશન પણ હાઈએસ્ટ થવાની શકયતા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text