વાંકાનેરના પંચાસિયા ખાતે ‘આપ’ દ્વારા જન સંવેદના મુલાકાત અંતર્ગત સભા યોજાઈ

- text


આપ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો ગુજરાત સરકારને આપી દિલ્હીની જેમ ગુજરાતમાં પણ રૂ. 50,000 વળતરની માંગ કરશે

વાંકાનેર : હાલ સમગ્ર ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન ચાલી રહ્યું છે. ત્યારે વાંકાનેરના પંચસિયા ગામે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં સરકારની બેદરકારીને કારણે કોરોનામાં સેંકડો લોકોના મૃત્યુ થયા હતા ત્યારે વર્તમાન ભાજપ સરકારને આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉધડી લીધી હતી.

ભાજપ સરકાર પર આક્ષેપોનો વરસાદ કરતા આ કોરોના મહામારીમાં ઓક્સિજન અને બેડ જેવી સુવિધાઓ પુરી પાડવામાં તથા રેમડીસીવીર, ટોસિલોઝુંબેક જેવી દવાઓની કાળા બજારીના આક્ષેપો આપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

વધુમાં ગુજરાતમાં કોરોનામાં મૃત્યુ પામેલાનો ખોટા આંકડા રજૂ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલાનું સર્વે ચાલી રહ્યું છે. અને ગુજરાતની ભાજપ સરકારને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો ગુજરાત સરકારને આપશે અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ રૂ. 50,000 વળતરની માંગ કરશે. આપના તોફિક અમરેલીયા દ્વારા આહવાન કરવામાં આવ્યું કે દિલ્હીમાં કોરોનાથી પિડિતના પરિવારને 50,000 નું વળતર મળે તો ગુજરાતમાં કેમ નહીં ?

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા દ્વારા તંત્ર પાસે જ્યારે કોરોના પીડિતનો આંકડો માંગવામાં આવ્યો ત્યારે સમગ્ર જિલ્લામાં માત્ર 87 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે આમ આદમી પાર્ટીના દિલીપભાઈ ચાવડા દ્વારા પંચાસિયા ગામમાં જ માત્ર 35 લોકોના ફોર્મ ભરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા આ અભિયાનની હજુ તો શરૂઆત કરવામાં આવી છે. ત્યારે પંચાસિયા, દલડી, દિઘલીયા, કાશીપર, ગારીયા, હસનપર, પીપળીયા રાજ, ચંદ્રપુર જેટલા ગામોમાં આ સર્વે ફોર્મ ભરતા કોરોનામાં મૃત્યુ પામેલાનો આંકડો 97 એ પહોંચયો હતો.

- text

આ મિટિંગમાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના યોગેશ રંગપડીયા, વનરાજસિંહ વાઘેલા, ભરતભાઈ કસુંદરા, રાજભા ગઢવી, આરીફ બ્લોચ, અરુણ રૂપાલા, નઝરૂદિન કડીવાર-દલડી, અજય રાઠોડ, શૈલેષભાઈ સરવૈયા, દિલીપભાઈ ચાવડા, અલીભાઈ દેકાવાડિયા, મુન્નાભાઈ મીર અને વાંકાનેરના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text