મોરબીમાં કાલે રવિવારે વિનામૂલ્યે ડાયાબીટીસ-બી.પી. ચેકઅપ કેમ્પ

- text


લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ અને ઉમા ટાઉનશીપ દ્વારા સહિયારું આયોજન

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ અને ઉમા ટાઉનશીપ દ્વારા કાલે રવિવારે મોરબીમાં કાલે વિનામૂલ્યે ડાયાબીટીસ-બીપી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સ્થાનિક લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

મોરબીના સામાકાંઠે આવેલ બાલાજી હોમ્સ-સી ઉમા ટાઉનશીપ મોરબી-2 ખાતે આવતીકાલે તા.8 ઓગસ્ટને રવિવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ અને ઉમા ટાઉનશીપ દ્વારા વિનામૂલ્યે ડાયાબીટીસ અને બ્લડપ્રેશર (બીપી) નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સ્થાનિક લોકોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ પ્રેયસ પંડ્યા, સેક્રેટરી દિનેશભાઇ વિડજા, પ્રોજેકટ ચેરમેન તુષારભાઈ દફ્તરી તેમજ ડિસ્ટ્રીકટ ડાયાબીટીસ ચેરમેન ડો.જયેશ પટેલ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text