મોરબીમાં વિજ્ઞાન પરિષદ તથા આઈ.ટી. ક્વીઝ અંગે વિદ્યાર્થીઓ-શિક્ષકોને માહિતગાર કરવા કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ તથા રૂરલ આઈ.ટી. ક્વીઝ અંગે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને માહિતગાર કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર – મોરબી દ્વારા રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદ (નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ)ની વિસ્તૃત માહિતી તથા રૂરલ આઈ.ટી. ક્વીઝ અંગે ગત તા. 5નાં રોજ ઑરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1000થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને વિવિધ પ્રોજેક્ટ કેવી રીતે તૈયાર કરવાં અને તેના મુખ્ય વિષયો, સંશોધન માટે શું કરવું જોઈએ?, રૂરલ આઈ.ટી. ક્વીઝમાં ધોરણ 8થી 12નાં વિદ્યાર્થીઓને કેવાં પ્રકારનાં પ્રશ્નો હશે? તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

- text

ઑરપેટ કન્યા વિદ્યાલય ટંકારાનાં ટ્રસ્ટ પરિવારનાં મંત્રી ધનજીભાઈ ઝાલરીયા, ટ્રસ્ટી હીરાભાઈ અને અન્ય ટ્રસ્ટીઓ, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ તથા શાળાનાં આચાર્યા અસ્મીતાબેન ગામી તથા સમગ્ર સ્ટાફનાં સહકારથી આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબીનાં દિપેનભાઈ ભટ્ટ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમ એલ.એમ.ભટ્ટ અને દિપેન ભટ્ટની યાદીમાં જણાવાયું છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text