મોરબી બાયપાસ-2 (રફાળેશ્વર રોડ) પર 27 ઓગસ્‍ટ સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી

- text


મોરબી : મોરબી બાયપાસ-૨ (રફાળેશ્‍વર રોડ) પર રસ્‍તો પહોળો કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ રસ્‍તા પર ઉધોગોનો ભારે વાહનોનો ટ્રાફિક પુષ્‍કળ પ્રમાણમાં રહેતો હોય જેથી રસ્‍તાની કામગીરીમાં અડચણ રૂપ થતો હોય અને અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્‍યા સર્જાતી હોય છે. આ રસ્‍તા પરથી ટ્રાફિક બંધ કરવામાં આવે તો રસ્‍તાની વાઇડનીંગની કામગીરી ઝડપથી થઇ શકે તેમ હોવાથી તા.૨૭/૦૮/૨૦૨૧ સુધી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ માટેનું જાહેરનામું જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ રસ્તાના વૈકિલ્પક રસ્તા તરીકે રફાળેશ્વર થી મોરબી જવા માટે રફાળેશ્વર-એન.એચ.-૨૭ (બામણબોર-કંડલા રોડ)- રાજકોટ મોરબી રોડ (બાયપાસ-૧) થી મોરબી તેમજ મોરબીથી રફાળેશ્વર જવા માટે મોરબી-રાજકોટ-મોરબી રોડ (બાયપાસ-૧)-એન.એચ.-૨૭ (બામણબોર-કંડલા રોડ)થી રફાળેશ્વર જવાનું રહેશે.

- text

આ જાહેરનામા મુજબ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઈટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાથી મુક્તિ આપવામાં આવે છે.

આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text