MCX ડેઈલી રિપોર્ટ : સોનામાં રૂ.183 અને ચાંદીમાં રૂ.476ની નરમાઈ, ક્રૂડમાં જોવાયેલી તેજી

- text


સીપીઓ, મેન્થા તેલ ઢીલા : કપાસ, કોટન, રબરમાં સાર્વત્રિક સુધારાનો સંચાર

બુલડેક્સ ફ્યુચર્સમાં 69 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 180 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,21,536 સોદાઓમાં કુલ રૂ.10,255.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 69 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 180 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 46,236 સોદાઓમાં કુલ રૂ.3,231.81 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,574 અને નીચામાં રૂ.47,369 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.183 ઘટી રૂ.47,420ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.81 ઘટી રૂ.38,187 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.4,755ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,550ના ભાવે ખૂલી, રૂ.154 ઘટી રૂ.47,434ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,819 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,982 અને નીચામાં રૂ.66,421 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.476 ઘટી રૂ.66,522 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.435 ઘટી રૂ.66,813 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.439 ઘટી રૂ.66,804 બોલાઈ રહ્યો હતો. 

એનર્જી સેગમેન્ટમાં 39,000 સોદાઓમાં કુલ રૂ.2,748.06 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,130ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,209 અને નીચામાં રૂ.5,130 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.78 વધી રૂ.5,200 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.60 ઘટી રૂ.306.90 બોલાઈ રહ્યો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં 1,569 સોદાઓમાં રૂ.180.88 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,433ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1446 અને નીચામાં રૂ.1433 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5 વધી રૂ.1,438 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.17,847ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,910 અને નીચામાં રૂ.17,657 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.241 વધી રૂ.17,879ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,136ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1138.50 અને નીચામાં રૂ.1131 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.10 ઘટી રૂ.1136.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.80 ઘટી રૂ.938.20 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.100 વધી રૂ.26,910 બોલાઈ રહ્યો હતો. 

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,562 સોદાઓમાં રૂ.1,821.38 કરોડનાં 3,833.995 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 35,674 સોદાઓમાં કુલ રૂ.1,410.43 કરોડનાં 210.841 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.158.97 કરોડનાં 7,680 ટન, જસતના વાયદાઓમાં રૂ.252.44 કરોડનાં 10,150 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,091.19 કરોડનાં 14,8000 ટન, નિકલના વાયદાઓમાં રૂ.539.17 કરોડનાં 3,6450 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.73.72 કરોડનાં 4,170 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,559 સોદાઓમાં રૂ.826.06 કરોડનાં 15,97,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 28,441 સોદાઓમાં રૂ.1,922 કરોડનાં 6,24,72,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 9 સોદાઓમાં રૂ.0.26 કરોડનાં 36 ટન અને કોટનના વાયદાઓમાં 425 સોદાઓમાં રૂ.40.90 કરોડનાં 15200 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 233 સોદાઓમાં રૂ.9.90 કરોડનાં 105.12 ટન, રબરના વાયદાઓમાં 32 સોદાઓમાં રૂ.0.59 કરોડનાં 33 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 870 સોદાઓમાં રૂ.129.23 કરોડનાં 11,410 ટનનાં કામકાજ થયાં હતાં. 

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,296.049 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 612.335 ટન, એલ્યુમિનિયમમાં 12,550 ટન, જસત વાયદામાં 10,410 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,687.500 ટન, નિકલ વાયદામાં 3,1050 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,345 ટન, ક્રૂડ તેલમાં 6,50,200 બેરલ અને નેચરલ ગેસમાં 2,69,16,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 120 ટન, કોટનમાં 131275 ગાંસડી, મેન્થા તેલમાં 440.64 ટન, રબરમાં 110 ટન, સીપીઓમાં 70,690 ટનના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,234 સોદાઓમાં રૂ.103.01 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 584 સોદાઓમાં રૂ.47.10 કરોડનાં 651 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 650 સોદાઓમાં રૂ.55.91 કરોડનાં 706 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,179 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,036 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,467ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,499 અને નીચામાં 14,430ના સ્તરને સ્પર્શી, 69 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 67 પોઈન્ટ ઘટી 14,445ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,700ના સ્તરે ખૂલી, 180 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 71 પોઈન્ટ વધી 15,823ના સ્તરે પહોંચ્યો હતો. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 21,762 સોદાઓમાં રૂ.1,876.73 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.111.49 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.54.42 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,708.62 કરોડનાં કામકાજ થયાં હતાં.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text