મોરબીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે જરૂરિયાતમંદોને વિનામૂલ્યે અનાજનું વિતરણ

- text


રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે મંચ ઉપરથી અંદાજીત 100 લોકોને અનાજ અપાયું

મોરબી : રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રજાકીય કર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંચ ઉપરથી અંદાજીત 100 જેટલા લોકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીના માર્કટિંગ યાર્ડ ખાતે આજે રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાંગરૂપે જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં વ્યુ હતું. જેમાં વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓનલાઈન રીતે જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી જયરાજસિંહ પરમાર, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા કલેકટર જે.બી.પટેલ, એસપી એસ.આર.ઓડેદરા, પુરવઠા અધિકારી શ્વેતા પટેલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુરેશ કૈલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મંચ ઉપરથી અંદાજીત 100 જેટલા લોકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text