સેવાના નામે મેવા : હળવદના ચરાડવામાં આવકના દાખલાના દોઢસો

- text


ગ્રામ પંચાયતના વીસીએ દ્વારા ઉઘાડી લૂંટ : ઓફિસને બદલે દુકાન શરૂ કરી

હળવદ : હળવદ તાલુકાનાં ચરાડવા ગામે વીસીએ દ્વારા ડિજિટલ સેવાનાં કોઈપણ પ્રકારના દાખલા કઢાવવાના વધુ પડતા નાણાં પડાવવામાં આવતા હોવાની અને ઓફીસને બદલે દુકાન શરૂ કરી હોવાની રાવ ગ્રામજનો દ્વારા હળવદ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

ચરાડવા ગામના ચંદુલાલભાઈ મોરી સહિત ગ્રામજનોએ હળવદ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, ચરાડવા ગ્રામ પંચાયતમાં વીસીએ ઓપરેટર દ્વારા આવકના દાખલા કઢાવવા માટે ૨૦ રૂપિયા લેવાને બદલે રૂ.૧૦૦થી ૧૫૦ રૂપિયા પડાવી ઉઘાડી લુટ કરવામાં આવે છે.

સાથે જ વીસીએ ઓપરેટર ભવાનીસિંહ ગોહિલ ચરાડવા ગ્રામ પંચાયતમાં હાજર રહેવાને બદલે પોતાની પર્સનલ દુકાને પોતાની મરજી મુજબની જગ્યાએ હાટડા ચલાવતા હોય જેનાથી ગામ લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ કોઈ પણ કામ માટે ગામલોકોને ધક્કા પણ ખવડાવતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.

- text

જેથી ગામના જાગૃત યુવાન સહિત ગ્રામજનોએ હળવદ તાલુકા વિકાસ અધિકારીને અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી લોકોને લૂંટતા વીસીએ ઓપરેશન સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text