લુંટા-ધાડના ગુનાનો આરોપી અંતે 22 વર્ષે ઝડપાયો

- text


હળવદ : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના પેટ્રોલપંપ ઉપર થયેલ લુંટા ધાડના ગુન્હામાં છેલ્લા 22 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

તાજેતરમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા રાજકોટ રેન્જ વિભાગમાં ડ્રાઇવ રાખેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી એ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના આપતા એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પેટ્રોલીંગમાં હતી.

ત્યારે પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે મળેલ હકીકત આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુનાનો નાસતો ફરતો આરોપી કરમા ઉર્ફે કસમા ટીમતીયા ઉ ટીડીયાભાઇ ભુરીય (ઉ.વ. 41)ને રાજકોટમાં કાલાવાડ રોડ આત્મીય સ્કુલ પાસેથી નવા બનતા ઓવરબ્રિજ ખાતે મજુરી કરતો હોવાની હકીકત આધારે આજ રોજ પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

- text

આમ, હળવદ પોલીસ સ્ટેશનના પેટ્રોલપંપ ઉપર થયેલ લું ધાડના ગુન્હામાં છેલ્લા 22 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ને સફળતા
મળેલ છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text