મોરબીની અથ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલમાં કાલે બુધવારથી ત્રણ દિવસ ફ્રી નિદાન કેમ્પ

- text


તમામ રોગોની શુદ્ધ આયુર્વેદિક સારવાર તેમજ પંચકર્મ સારવાર : વિનામૂલ્યે કેમ્પનો લાભ લેવા જાહેર અપીલ

દર મહિનાના પ્રથમ બુધવારે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં અથ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલમાં આવતીકાલે બુધવારથી ત્રણ દિવસના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ નિદાન કેમ્પનો લાભ અવશ્યપણે લેવા મોરબીવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબીમાં રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં નરસંગ ટેકરીની બાજુમાં માનવ પ્લાઝાના પહેલા માળે અથ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં તા.4, 5 અને 6ના રોજ સવારે 9:30થી 1 અને બપોરે 4:30થી 8 ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મોરબી જિલ્લામાં સર્વપ્રથમ મહિલા ડોકટર ધરાવતી આ એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ છે.

અહીં સાંધાના દુખાવા, ઘસારા, સાઈટીકા વગેરે સાંધાના રોગો, એસીડીટી, ગેસ, કૃમિ, મરડો, કબજિયાત વગેરે પેટના રોગો, જૂની ધાધર, સફેદ દાઘ, સોરીયાસિસ, ખીલ, એલર્જી વગેરે ચામડીના રોગો તેમજ વજન વધારવું કે ઘટાડવું સહિતની સારવાર આયુર્વેદિક તેમજ પંચકર્મથી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અહીં દર મહિનાના પહેલા બુધવારે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજવામાં આવે છે. આ કેમ્પનો લાભ લેવા એપોઇન્ટમેન્ટ જરૂરી છે. જેના માટે મો.નં. 6356257545 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

- text