ટંકારાના ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ટંકારાના ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા અને આ ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ટંકારા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ટંકારાના ઓટાળા ગામેં ખુલ્લી જગ્યામાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા આરોપીઓ વસંતભાઇ મોહનભાઇ વાધેલા, મહેશભાઇ ભલાભાઇ પરમાર, અજયભાઇ મગનભાઇ પરમાર, ચતુરભાઇ રમેશભાઇ છીપરીયાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ રોકડા.રૂ .૨૪૭૦ નો મુદામાલ કબ્જે લઈ આ ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text