મોરબીમાં રવિવારે રાહત દરે નેચરલ વસ્તુઓનું વિતરણ

- text


મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબીના સહયોગથી નીલકંઠ સ્કૂલ પાસે, એવન્યુ પાર્ક પાસે, રવાપર રોડ, મોરબી ખાતે તારીખ 11ને રવિવારે સવારે 9 થી બપોરના 1 વાગ્યાં સુધી નેચરલ વસ્તુઓનું રાહત દરે વેંચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લોકોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.

પ્રાકૃતિક વસ્તુઓમાં હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, સોરઠ ઓર્ગેનિક ફાર્મની હળદર,અગરબત્તી,દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો જેવા કે તાવડી, પાટિયા, ફુલઝાડ માટેનાં કુંડા વગેરે. આ ઉપરાંત આંબળાની મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરેનું રાહતદરે વેચાણ કરવામાં આવશે. આ વિતરણ વ્યવસ્થાના સંયોજક જીતેન્દ્રભાઈ ઠક્કરએ કોરોના મહામારીના સમયમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનાં પાલન સાથે પ્રાકૃતિક વસ્તુઓનો સૌને લાભ લેવા અનુરોધ કર્યો છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text