બાઈક ઉપરથી નીચે પટકાતા પુત્રની નજર સામે માતાનું મોત

- text


16 જૂને ટંકારાના લતીપર ચોકડી બનેલા બનાવની ફરિયાદ નોંધાઈ

ટંકારા : ટંકારા નજીક લતીપર ચોકડી પાસે બાઈક સ્લીપ થતા બાઈક ઉપરથી નીચે પડી જવાથી પુત્રની નજર સામે જ માતાનું મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. 16 જૂને બનેલા આ અકસ્માતના બનાવની ગઈકાલે ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના મીતાણા ગામે આવેલા પ્રભુનગરમાં રહેતા દાઉદભાઇ વલીભાઇ મુળદેના પત્ની જીલુંબેન દાઉદભાઈને કોઈ કામસર ગત તા.16 જુનના રોજ તેમનો પુત્ર ફિરોજભાઇ દાઉદભાઇ મુળદે પોતાના બાઈક નં-જી.જે.-૩૬-કે-૬૫૩૨ વાળામા પાછળ બેસાડીને જઈ રહ્યો હતો. ત્યારે ટંકારાના લતીપર ચોકડી પાસે અચાનક બાઈક સ્લીપ થઈ જતા બાઈક પાછળ બેઠેલા જીલુંબેન દાઉદભાઈ નીચે પડી જતા તેમને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text