લગ્નમાં રાત્રે જોરથી ડીજે વગાડી નાચ-ગાન કરાવનાર સામે ગુન્હો દાખલ 

- text


મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં જાહેર રોડ ઉપર લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ઉલાળીયો

મોરબી :  કોરોના કાળમાં લગ્ન પ્રસંગ ડીજે તાલે નાચ-ગાનની મનાઈ હોવા છતાં મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં જાહેર રોડ ઉપર લગ્ન પ્રસંગમાં રાત્રી દરમિયાન જોરથી સાઉન્ડ સિસ્ટમ વગાડી નાચ-ગાન કરાવીને જાહેરનામાનો ઉલાળીયો કરાતો હોવાનું ધ્યાને આવતા પોલીસે આ લગ્નનું આયોજન કરનાર સામે જાહેરનામાના ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડીવીઝનના એ.એસ.આઈ. રાજદીપસિંહ પ્રતાપસિંહ રાણાએ સરકાર તરફે ફરિયાદી બનીને મોરબીના સતવારા બોર્ડીંગ સામે પરસોતમ ચોક કાલીકા પ્લોટમાં રહેતા કાદરભાઈ સલેમાનભાઈ સેડાત (ઉ.વ.૫૫) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રી દરમિયાન મોરબીના કાલીકા પ્લોટ પરસોતમ ચોક સતવારા બોર્ડીંગ સામે રોડ ઉપર આરોપીએ જોર જોરથી સાઉન્ડ સિસ્ટમ વગાડી લગ્ન સબબ નાચ ગાન કરાવી જાહેરનામાનો ભંગ કર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text