મુન્નાના મકાનમાંથી દારૂ ઝડપાયો : મુન્નો પોબારા ભણી ગયો

- text


મોરબી : મોરબી શહેરમાં સો ઓરડી નજીક વરીયાનગરમાં પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી જુદી-જુદી બ્રાન્ડની વ્હિસ્કીની બોટલો કબ્જે કરી છે.જો કે દરોડા દરમિયાન મુન્નો નામનો આરોપી પોબારા ભણી ગયો હતો.

- text

મોરબીમાં સો ઓરડી નજીક વરીયાનગરમાં આરોપી ગોપાલભાઇ ઉર્ફે મુન્નો હરીભાઇ ચાંઉ એ ઘરમાં પાસ પરમીટ કે આધાર વગર અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ છુપાવી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પડતા રહેણાંકમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ બ્લ્યુ સ્ટ્રોક વ્હિસ્કીની શીલ પેક બોટલો નંગ 12 (કિં.રૂ. 3600) તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ બ્લેન્ડર્સ પ્રાઇડ સીલેક્ટ પ્રિમિયમ વ્હિસ્કીની કંપની શીલ પેક બોટલો નંગ 2 (કિં.રૂ. 1700) મળી કુલ કિં.રૂ. 5300નો મુદામાલ ઝડપી લેવામાં આવ્યો હતો.

જો કે દરોડા દરમિયાન આરોપી મળી આવ્યો ન હતો. જેથી પોલીસે વિદેશી દારૂ કબજે કરી આરોપી સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી દારૂનો જથ્થો છુપાવનાર ગોપાલ ઉર્ફે મુન્નાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text