મોરબીમાં ઘરે પડેલી મર્સીડીઝનો ગોંડલ ભરૂડી ટોલનાકે ટોલટેક્સ કપાયો

- text


ફાસ્ટટેગના નામે લોકો સાથે રોજે-રોજ થઇ રહેલી મોટી લૂંટ : ફાસ્ટંટેગ સુવિધાના નામે દુવિધા બની

મોરબી : સરકારે હાઇવે ઉપરના ટોલનાકે ટોલ પ્લાઝાના કોન્ટ્રાકટરો માટે ફાસ્ટંટેગ સુવિધા કરી લોકોને લૂંટવાનું લાયસન્સ આપ્યું હોય તેવા કિસ્સા રોજેરોજ પ્રકાશ આવી રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે મોરબીના એક અસામીની મર્સીડીઝ કાર ઘરઆંગણે ઉભી હોવા છતાં ગોંડલ નજીકના ભરૂડી ટોલનાકે ટોલટેક્સ કપાઈ જતા ફાસ્ટટેગના નામે લોકો સાથે થતી છતરપિંડીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે.

મોરબીના શનાળા રોડ ઉપર ભરતનગરમાં રહેતા અમિતભાઇ જેરામભાઈ કાવર GJ -36-R-9929 નંબરની મર્સીડીઝ કાર ધરાવે છે અને છેલ્લા અઠવાડિયામાં ક્યારેય ગોંડલ તરફ ગયા ન હોવા ઉપરાંત ગતરાત્રીના તેમની કાર ઘરે જ પડી હોવા છતાં પણ 2.30 કલાકે ગોંડલના ભરૂડી ટોલનાકા ઉપરથી તેમના એકાઉન્ટમાંથી ટોલટેક્સ કપાઈ ગયો હતો.

- text

ઉલ્લેખનીય છે કે ફાસ્ટટેગના નામે લોકો સાથે રોજે રોજ નાની નાની રકમની ખુલ્લેઆમ છેતરપિંડી થઇ રહી છે અને નાની રકમ માટે લોકો કાયદેસરની કાર્યવાહી કરવામાં સમય બગાડવા માંગતા ન હોય હાઇવે ટોલપ્લાઝા ઉપરના ભેજા બાજ ગઠિયાઓ લોકોને લૂંટી રહ્યા છે ત્યારે આ ગંભીર બાબતે પ્રજાના સેવક એવા ધારાસભ્યો અને સાંસદોએ મેદાને આવવું પડશે અન્યથા લોકો આમ જ લુંટાતા રહેશે.

- text