માળિયાના જુના દેરાળામાં તીનપત્તિ રમતા છ ઝડપાયા

- text


પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૮૦૦૦ કબ્જે કર્યા

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના જુના દેરાળામાં બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં તીનપત્તિ રમતા છ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૮૦૦૦ કબ્જે કરી આ તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ બનાવની માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માળીયા (મી.) તાલુકાના જુના દેરાળા ગામે આવેલ બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા આરોપીઓ હિરજીભાઇ થોભણભાઇ વડાવીયા, રજાતખા બાવનજીભાઇ ખોરામ, જયંતીભાઇ બાબુભાઇ થરેસા, ગુલાબખાન અબ્દુલખાન ખોરમ, રહીમભાઇ ઇસ્મતખા ખોરમ, હુશેનખા જાફરખા ખોરમને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૮૦૦૦ કબ્જે કરી આ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text