વાંકાનેરના પલાસ ગામે જાહેરમાં જુગાર રમતા 3 ઝડપાયા, 5 ફરાર

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના પલાસ ગામે જાહેરમાં જુગાર રમતા 3 આરોપીઓને દબોચી લીધા હતા.જ્યારે 5 ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપીયા ૧૨,૧૦૦ કબ્જે કરી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના પલાસ ગામે મહાદેવના મંદીર પાસે જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા આરોપીઓ સતીષભાઇ ગોરધનભાઇ કુણપરા, વાલજીભાઇ ભનુભાઇ કૂણપરા, જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતેશભાઇ સતાભાઇ ગમારાને ઝડપી લીધા હતા જ્યારે મુનાભાઇ બાબુભાઇ લાંબરીયા, ભગુભાઇ નથુભાઇ કૂણપરા, ભરતભાઇ મધાભાઇ કૂણપરા, મહેશભાઇ કુકાભાઇ લાંબરીયા, મનસુખભાઇ ચોથાભાઇ છત્રોલીયા નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપીયા ૧૨,૧૦૦ કબ્જે કરી આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text