કોરોનામાં પિતા ગુમાવનાર દીકરીને દત્તક લઈ જન્મદિવસ ઉજવતા જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ 

- text


ટંકારા : મોરબી ભાજપના અગ્રણી રાઘવજીભાઈ ગડારાએ જન્મદિવસની ઉજવણી ટંકારામાં આર્ય સમાજ ખાતે યજ્ઞ કરીને કરવાની સાથે ટંકારામાં કોરોનાથી મૃત્યુ પામેલ પિતાની દિકરીનો આજીવન ભણતર ખર્ચ ઉપાડવાની જવાબદારી લઈને ઉજવ્યો હતો.
આજે ભાજપના અગ્રણી રાઘવજીભાઈ ગડારાનો જન્મદિવસ હોય તેઓએ ટંકારા આર્ય સમાજ ખાતે પરીવાર સાથે આવ્યા હતા. જ્યાં યજ્ઞ કરીને કોરોના કારણે મૃત્યુ પામેલ પિતાની પુત્રીને દત્તક લીધી છે. પાટીદાર સમાજની આ દીકરી જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી તેનો સંપૂર્ણ ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી છે. આ તકે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ભવાનભાઈ ભાગિયા, સંજયભાઈ વકિલ સહિતનાઓએ રૂબરૂ મળી રાઘવજીભાઈને શુભેચ્છા પાઠવી છે.

- text